ફિલ્મ જગત
News of Thursday, 10th September 2020

ટીવી અભિનેત્રી સારા ખાન કોરોના પોઝીટીવ

મુંબઈ: સારા ખાને કોવિડ -19 માટે પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે અને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની જાહેરાત કરી છે. અભિનેત્રી કહ્યું કે તે કોરોના પોઝીટીવ  છે અને હાલમાં તે હોમ કોરોનટાઇન થઇ ગઈ છે.તેણે ઇન્સ્ટાગ્રામ પર એક નોંધ શેર કરી જેમાં લખ્યું હતું કે, “દુર્ભાગ્યે આજે મારો કોરોના રિપોર્ટ પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે  !! સત્તાધિકારીઓ અને ડોકટરોએ ઘરેથી અલગ રહેવાની સૂચના આપી !! સારું લાગે છે અને ઝડપથી હું સારી થઇ જઈશ. "

(5:16 pm IST)