ફેશન સ્ટાઇલ સાથે સતત પ્રયોગ કરતી રહે છે શ્વેતા
એવી અનેક બોલીવૂડ અને ટેલીવૂડની અભિનેત્રીઓ છે જે પોતાના હોટ બોલ્ડ ફોટાઓથી ઇન્ટરનેટ પર વારંવાર આગ લગાડતી રહે છે. ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી પણ આમાંની એક છે. તે પોતાની સ્ટાઇલને કારણે સતત ચર્ચામાં રહે છે. તેની તસ્વીરોને જોઇને તેની ઉમરનો અંદાજ લગાવવો મુશ્કેલ બની જાય છે. શ્વેતાની ચમકતી ત્વચા અને પાતળી કમરને જોતાં તે એકતાલીસ વર્ષની હોય તેવું જરાય લાગતું નથી. શ્વેતા એવી અભિનેત્રી છે જે અવાર-નવાર પોતાની ફેશન સ્ટાઇલ સાથે પ્રયોગ કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેની આવી તસ્વીરો ખુબ જ વાયરલ થતી રહે છે. હમણા જ તેણે બોલ્ડ અને કર્વી ટોન્ડ ફિગર તસ્વીરો થકી રજૂ કર્યુ હતું. આથી જ શ્વેતાને ટીવી જગતની સ્ટાઇલ કવીન કહેવામાં આવે. તેના બોલ્ડ અને ફેશનેબલ લુકને ખૂબ પસંદ કરવામાં આવે છે. તાજેતરની તસ્વીરમાં શ્વેતા તિવારી ઓફ શોલ્ડર ડ્રેસમાં ખુબ જ હોટ દેખાઇ હતી. શ્વેતાની દિકરી પણ અભિનય કારકિર્દી શરૂ કરી ચુકી છે.