પત્રકારના પાત્રમાં ક્રિતીઃ શુટીંગ શરૂ
કોરોનાનો કહેર હજુ પણ ખતમ થયો ન હોવાથી અનેક એવા અભિનેતા-અભિનેત્રીઓ છે જે હજુ પણ ઘરમાંથી બહાર નીકળીને શુટીંગ કરવા જવાનું યોગ્ય સમજતા નથી. બીજી તરફ અક્ષય કુમાર ધનાધન ફિલ્મોનું શુટીંગ કરી રહ્યો છે. તેણે છેલ્લે બેલબોટમનું શુટીંગ એક જ શેડ્યુલમાં પુરૂ કર્યા પછી હવે તે સાજીદ નડિયાદવાલાની ફિલ્મ બચ્ચન પાંડેનું શુટીંગ કરી રહ્યો છે. જેનું પહેલુ શેડ્યુલ જેસલમેરમાં રાખવામાં આવ્યું હતું. અક્ષય સાથે આ ફિલ્મમાં ક્રિતિ સેનન અને અરશદ વારસી પણ છે. આ બંને ચાર્ટર્ડ પ્લેનથી જેસલમેર પહોંચ્યા હતાં. પહેલા દિવસે બસ સ્ટેશનનો સેટ ઉભો કરી શુટીંગ કરવામાં આવ્યું હતું. અક્ષય-ક્રિતી-અરશદ જેવા સ્ટારને જોવા લોકો ઉમટી પડ્યા હતાં. અહિ સતત બે મહિના સુધી આ ટીમ ફિલ્મનું શુટીંગ કરવાની છે. ક્રિતી જેસલમેરની સડકો પર બાઇક લઇને નીકળી પડી હતી. ફિલ્મમાં તે પત્રકારના રોલમાં છે. જ્યારે અક્ષય ગેંગસ્ટર બન્યો છે. ફિલ્મમાં કોમેડી સાથે જબરદસ્ત એકશન પણ છે.