શાહરૂખને ટક્કર આપવા તૈયારીઃ જોને શરૂ કર્યુ શુટીંગ
શાહરૂખને ટક્કર આપવા તૈયારીઃ જોને શરૂ કર્યુ શુટીંગ
એકશન હીરો જોન અબ્રાહમની મુંબઇ સાગા તાજેતરમાં થિએટરમાં રિલીઝ થઇ હતી. પરંતુ કોરોનાને કારણે જોઇએ એવી સફળતા મળી નહોતી. જોનના હાથ પર ઘણી ફિલ્મો છે તેમાંની એક શાહરૂખ ખાન સાથેની પઠાણ ખુબ ચર્ચામાં છે. જોને આ ફિલ્મનું પોતાના ભાગના દ્રશ્યોનું શુટીંગ શરૂ કરી દીધું છે. દિપીકા પાદુકોણ પણ આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી છે. જોન ફિલ્મમાં ખતરનાક વિલન બનીને શાહરૂખ સાથે ટક્કર લેવાનો છે. સિધ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું શુટીંગ જોને યશરાજ સ્ટુડિયોમાં શરૂ કર્યુ હતું. ફિલ્મના સેટની એક તસ્વીર પણ વાયરલ થઇ હતી. શાહરૂખ અને જોન વચ્ચે જબરદસ્ત ફાઇટ સિન્સ પણ જોવા મળશે. દિપીકા પાદુકોણ આ મહિનામાં જ પોતાના ભાગનું શુટીંગ કરશે. આ પછી શાહરૂખ, જોન અને દિપીકાના અનેક મહત્વના દ્રશ્યોનું વિદેશના લોકેશન પર શુટીંગ થશે. ચાહકો શાહરૂખ અને જોનની ધમાલ નિહાળવા આતુર છે. જોનની સત્યમેવ જયતે-૨ પણ રિલીઝ થવાની છે. જેમાં પણ એકશનનો ભરપુર ડોઝ છે.