ફિલ્મ જગત
News of Monday, 12th April 2021

મનોજ બાજપેયીની વેબ સિરીઝ

ધ ફેમિલી 'મેન-૨' મે મહિના રિલીઝ

આ વેબસિરીઝનો પહેલો ભાય ૨૦૧૯માં રિલીઝ કર્યો હતો જે દર્શકોને ખૂબ જ પસંદ પડ્યો હતો જેના પછી હવે દર્શકો તેના બીજા ભાગની રાહ જોઇ રહ્યા છે

મુંબઇ,તા. ૧૨: બોલિવુડ અભિનેતા મનોજ બોયપેયીની વેબ સિરીઝ ફેમિલી મેન-૨'ને લઈને દર્શકો ખુબ જ ઉત્સાહિત છે. મનોજ બાજપેવી સ્ટાર આ વેબ સિરીઝનો પહેલો ભાગ વર્ષ ૨૦૧૯માં આવ્યો હતો જે દર્શકોને ખુબ જ પસંદ પડયો હતો. જેના પછી હવે દર્શકો તેના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે દર્શકો માટે હવે એક સારા સમાચાર સામે આવ્યા છે. કારણ કે આ વેબ સિરીઝની રિલીઝ ડેટને લઈને સમાચાર મળી રહ્યા છે.

'ધ ફેમિલી મેન-ર' મે મહિનામાં રિલીઝ થશે. સિરીઝના ડાયરેકટર રાજ એડ ડીકે પોતાની વેબ સિરીઝને દર્શકો સામે લાવવાની રાહ જોઇ રહ્યા છે. સિરીઝનુ શુટ પૂર્ણ થઇ ચુકયુ છે. હાલમાં ટીમ તેના એડિટિંગમાં  બિજી છે. એવામાં જણાવવામાં આવી રહુંછે કે ધ 'ફેમિલી મેન-૨' મે મહિનામાં રિલીઝ થવા માટે તૈયાર છે. જો કે હજુ સુધી સત્ત્।ાવાર તેની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

આ સિરીઝને લઈને રીફ અલી ખાનની તાંડવની જેમ કોઈ જ વિવાદ ન થાય તે માટે કેટલાકસિનમાં ફેરફાર કરીને ફરીથી શૂટ કરવામાં આવ્યું ૧. જેથી 'ધ ઉમિલી મેન-૨' ને કોઈપણ પ્રકારનો વિવાદ ન થાય. ધ ફેમિલી મેન-રની સ્ક્રિપ્ટ ઉપર ફરી કામ કર્યા પછી આખરે નિમાંતાઓએ ફાઈનલ પ્રોજેકટની સાથે તૈયાર છે અને જલદીથી દર્શકોને સરપ્રાઈઝ આપશે.

હાલમાં જ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં મનોજ બાજપેયીને ભોસલે ફિલ્મ માટે બેસ્ટ અભિનેતાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. મનોજ બાજપેયીને આ ત્રીજો નેશનલ એવોર્ડ મળ્યો છે. આ પહેલા તેને ૨૦૦૦માં રિલીઝ થયેલી ફિલ્મ સત્યામાં બેસ્ટ સપોર્ટિંગ અભિનેતા અને પિંજર માટે સ્પેશ્યલ જયૂરી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય તેમને પદ્મ શ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

(10:23 am IST)