ગીત ગાતી વખતે પ્રેમનો એકરાર કર્યો?
પવનદીપે ઘૂંટણિયે બેસીને અરૂણિતાને ગુલાબ આપ્યું
પવનદીપ-અરૂણિતા મ્યૂઝિકલ સીરિઝ માટે ડાન્સ શીખી રહ્યા છે, બંનેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
મુંબઈ : ઈન્ડિયન આઈડલ ૧૨ ખતમ થયા બાદ પણ પવનદીપ રાજન અને અરૂણિતા કાંજીલાલ ચર્ચામાં છે. તેઓ સમયાંતરે બોલિવુડના કલાકારોને મળી રહ્યા છે સાથે જ પ્રોજેક્ટ પણ પૂરા કરી રહ્યા છે. રિયાલિટી શો દરમિયાન પવનદીપ અને અરૂણિતાની કેમેસ્ટ્રી લોકોને ખૂબ ગમી હતી અને તેઓ વધુને વધુ સાથે દેખાતા રહે તેવું ઈચ્છે છે. ફેન્સ તરફથી નામ મેળવેલા આ બંને સિંગર્સના રોમેન્ટિક સોન્ગ પર ડાન્સ કરતાં વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. પવનદીપ અને અરૂણિતાનો વધુ આવો એક વીડિયો સામે આવ્યો છે. પવનદીપ અને અરૂણિતાને ઓક્ટોપસ એન્ટરટેન્મેન્ટ તરફથી મ્યૂઝિકલ સીરિઝ મળી છે અને તેમા બંનેના ૨૦ સોન્ગ છે. ઓક્ટોપસ ઈન્ડસ્ટ્રીએ જ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પવનદીપ અને અરૂણિતાનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ રણબીર કપૂર અને કેટરીના કૈફની ફિલ્મ 'અજબ પ્રેમ કી ગજબ કહાની'ના સોન્ગ 'તેરા હોને લગા હૂં' પર ડાન્સ કરી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં અરૂણિતા લિરિક્સ પર લિપ સિંક કરી રહી છે. બાદમાં પવનદીપની એન્ટ્રી થાય છે અને તે ઘૂંટણીયે બેસીને અરૂણિતાને ગુલાબનું ફૂલ આપે છે. બંનેનો આ વીડિયો સુંદર છે અને ગજબની કેમેસ્ટ્રી પણ જોવા મળી રહી છે. અરૂણિતા અને પવનદીપના વીડિયો પર તેમના ચાહકોની પ્રતિક્રિયા સામે આવી છે. એક ફેન પેજે લખ્યું છે 'વાહ, ગજબ, અરૂદીપે તો કમાલ કરી દીધી. એક ફેને લખ્યું છે 'તેઓ સિંગર્સ છે તેવું લોકો ભૂલી જાય તે પહેલા અમારે તેમને ગાતા સાંભળવા છે. સોન્ગ ક્યારે રિલીઝ થશે?'. તો એક ફેને આ વીડિયો માટે આભાર માનતા લખ્યું છે 'શું વાત છે સર. આભાર આ બંને તો ફેન્સના દિલમાં છવાઈ ગયા છે'. તો એકે મજાક કરતા લખ્યું છે 'ફૂલ હૈ પ્લાસ્ટિક કા ગુલાબ કા મત સમજના, ફીલિંગ્સ રિયલ હૈ સ્ક્રિપ્ટેડ મત સમજના. જણાવી દઈએ કે, ૧૫મી ઓગસ્ટે યોજાયેલા ઈન્ડિયન આઈડલ ૧૨ના ગ્રાન્ડ ફિનાલેમાં વિનર તરીકે પવનદીપના નામની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે અરૂણિતા ફર્સ્ટ રનર અપ બની હતી.