એકશન થ્રિલર માટે ખાસ ભાષા શીખશે ટાઇગર
ટાઇગર શ્રોફની જે ફિલ્મો બની રહી છે અને આવી રહી છે તેમાં ગણપત પણ સામેલ છે. આ ફિલ્મનું ટીઝર પર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. જે જોતાં ફિલ્મ ૨૦૨૨માં આવશે તેવું લાગે છે. પોસ્ટરમાં પાર્ટ-૧ પણ લખ્યું હોઇ ફિલ્મ બે ભાગમાં હશે તેવો અંદાજો પણ લગાવી શકાય છે. ફિલ્મના નિર્દેશનનું કામ વિકાસ બહેલને સોંપવામાં આવ્યું છે. એકશન થ્રિલર જોનરની આ ફિલ્મનું નિર્માણ વાસુ ભગનાની, દિપશીખા દેશમુખ, વિકાસ બહેલ અને જૈકી ભગનાની કરી રહ્યા છે. ફિલ્મનું શુટીંગ ૨૦૨૧ના મધ્ય ભાગમાં શરૂ થઇ જશે. મુંબઇમાં રહેતાં એક છોકરાની કહાની છે. આ પાત્રને ન્યાય આપવા ટાઇગર મુંબઇયા ભાષા બોલતા શીખી રહ્યો છે. ટાઇગરે કહ્યું હતું કે આ ફિલ્મમાં જે રોલ નિભાવી રહ્યો છું તે તદ્દન અલગ છે. જૈકી ભગનાનીએ કહ્યું હતું કે ટાઇગરમાં ભરપુર ટેલેન્ટ છે. તે ગ્લોબલ સ્ટાર છે. હીરોપંતી-૨, બાગી-૪નું કામ પુરૂ કર્યા પછી ગણપતનું કામ શરૂ થશે. નુપર સેનન અને નોરા ફતેહીના હિરોઇન તરીકે છે.