કંગના રનૌત ઉદેપુરમાં ભાઇના લગ્નની મજા માણે છેઃ ભાભીને આવકારીને સોશ્યલ મીડિયામાં ફોટા શેર કર્યા
નવી દિલ્હી: બોલીવુડની જાણિતી અભિનેત્રી કંગના રનૌત હાલ ઉદેપુરમાં છે. તે પોતાના ભાઇના લગ્નની મજા માણી રહી છે. કંગના પોતાના ભાઇના લગ્નની દરેક અપડેટ સોશિયલ મીડિયા હેન્ડલ પર સતત શેર કરી રહી છે. તેમણે આ દરમિયના ઘણા ફોટા પોસ્ટ કર્યા છે. તેમણે પોતાની નવી નવેલી ભાભીને ઘરમાં સ્વાગત કર્યું છે.
કંગનાએ દુલ્હનનું પરિવારમાં સ્વાગત કરતાં લખ્યું 'પરિવારમાં તમારું સ્વાગત છે ઋતુ.'
બહેન રંગોલી ચંદેલ સાથે જોરદાર અંદાજમાં કંગના ડાન્સ કરતી જોવા મળી હતી. કંગના રનૌતનો અંદાજ ખરેખર જોવા લાય છે. તે પોતાના ભાઇના લગ્નમાં એકદમ શાહી અંદાજમાં જોવા મળી રહી.
કંગનાએ ટ્વીટ કરતાં લખ્યું કે 'વ્હાલા મિત્રો અક્ષત અને તેમની નવી દુલ્હન ઋતુને આર્શિવાદ આપો. આશા છે કે તે પોતાના જીવનના આ નવા તબક્કાની શાનદાર શરૂઆત કરે.
કંગના એક અન્ય ટ્વીટમાં કેપ્શન આપી, 'ભાઇના લગ્ન'. કંગના પોતાના ભાઇના લગ્ન ખૂબ એંજોય કરી રહી છે. તે લાંબા સમયથી પરિવાર સાથે સમય વિતાવી રહી છે.
કંગના રનૌત લાંબા સમયથી હિમાચલ પ્રદેશમાં પરિવાર સાથે છે. તે ફેમિલી ટાઇમ પસંદ કરી રહી છે.
થોડા દિવસો પહેલાં કજિન ભાઇની વાઇફને અપ્ણ પરિવારમાં વેલકમ કર્યું હતું. તમને જણાવી દઇએ કે બંને હિમાચલ પ્રદેશનીવાદીઓમાં પિકનિક પણ મનાવી હતી.
કંગનાના વર્કફંટની વાત કરીએ તો તે જલદી જ 'તેજસ'માં એરફોર્સ પાયલટના રોલમાં જોવા મળશે. તે આ ફિલ્મની તૈયારીમાં લાગી ગઇ છે.