આવી રહી છે જાસૂસી થ્રિલરની બીજી સિઝન
ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થયેલી જાસૂસી થ્રિલર વેબ સીરિઝ સ્પેશિયલ ઓપ્સનો પહેોલ ભાગ ખુબ જ સફળ રહ્યો હતો. હવે શોના નિર્માતાઓ તેની બીજી સિઝન લઈને આવી રહ્યાં છે. સ્પેશિયલ ઓપ્સ ૧:૫-ધ હિમ્મત સ્ટોરી નામ સાથે નીરજ પાંડે ફરી એક વાર કે. કે. મેનન સાથે ઓટીટીના દર્શકો વચ્ચે આવી રહ્યાં છે. આ સિરીઝ બારમી નવેમ્બરે રિલીઝ થવાની છે. હાલમાં જ આ સીરિઝનું ટ્રેલર લોન્ચ થયું છે અને અપેક્ષા પ્રમાણે જ દર્શકોએ તેમાં રસ દાખવ્યો છે આ સીરિઝના ચાહકોને ખ્યાલ હશે કે અગાઉની સિઝનમાં હિંમત સિંહ બનેલા કે. કે. મેનનને એક મિશન પાર પાડવા બતાવાયા હતા. જ્યારે નવી સિઝનમાં રૉ એજન્ટ હિંમત સિંહના શરૂઆતનાં વર્ષોની કહાની બતાવાશે. પહેલી સિઝનમાં કે કે મેનનની એકિંટગને દર્શકોએ ભરપૂર વખાણી હતી. નીરજનું કહેવું છે કે તેઓ યુનિવર્સ ઓફ સ્પેશિયલ ઓપ્સનું નિર્માણ કરવા ઈચ્છતા હતા અને દર્શકોને તેમના ગમતા રૉ એજન્ટની પાછળ કેવો સંઘર્ષ રહેલો હતો તેની એક ઝલક આપવા માંગતા હતાં. જે અહિ જોવા મળશે.