ફિલ્મ જગત
News of Friday, 12th November 2021

પોતાના પાત્રને કારણે રોમાંચીત છે શરવરી

અભિનેત્રી શરવરી વાઘ ફિલ્મ બંટી ઓર બબલી-માં હોટ, ઇન્ટેલિજન્ટ, ટેકનોસેવી   ગર્લ એટલે કે નવી બબલી તરીકે જોવા મળવાની છે. ઓગણીસમીએ રિલીઝ થઇ રહેલી આ ફિલ્મમાં શરવરીએ અભિનય ક્ષમતા દાખવવાની ભરપુર તક મળી છે. ટ્રેલરમાં શરવરી અલગ અલગ વેશભુષાઓ સાથે જુદા જુદા અવતારમાં જોવા મળી છે. શરવરી પોતાના પાત્રને લઇને ખુબ રોમાંચીત છે. બંટીનો રોલ તેની સાથે સિધ્ધાંત ચતુર્વેદીએ નિભાવ્યો છે. શરવરી કહે છે આ રોલને કારણે મને મારી માતૃભાષા મરાઠીમાં વાત કરવાની તક પણ મળી છે. શરવરીની મોટા પરદા પરની આ પહેી ફિલ્મ છે. જેમાં તે સર્વગુણ સંપન્ન હિન્દી અભિનેત્રી તરીકે આવી છે. તે કહે છે આ ફિલ્મમાં શુટીંગનો અનુભવ ખુબ સારો રહ્યો છે. આ ફિલ્મ બે અલગ અલગ બેઢીના શાતિર ઠગો વચ્ચેના મજેદાર મુકાબલાની કહાની દર્શાવે છે. મે અને સિધ્ધાર્થએ અમારા પાત્ર માટે ખુબ જ મહેનત કરી છે.

(10:23 am IST)