RRR ફિલ્મનું ગીત રિલીઝ, NTR અને રામ ચરણના જબરદસ્ત ડાન્સ મુવ્ઝ
આલિયા ભટ્ટે પણ આ સોન્ગ પોતાની ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યુ
મુંબઇ તા. ૧૨ : સુપરહિટ બાહુબલી સીરિઝ કરતાં પણ કંઈક મોટું ટૂંક સમયમાં આવવાનું છે, જે છે ‘RRR‘ ફિલ્મ. ભરપુર એકશનથી ભરેલી આ ફિલ્મ ૭ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ રિલીઝ થશે. આગામી વર્ષની સૌથી મોટી ફિલ્મની રાહ ધીમે ધીમે પૂરી થઈ રહી છે, આ દરમિયાન મોટા બજેટની ફિલ્મનું ગીત 'નાચો નાચો' રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં અભિનેતા રામ ચરણ અને NTR જબરદસ્ત દેખાઈ રહ્યા છે. ગીતમાં બંનેના જબરદસ્ત ડાન્સ મૂવ્સ જોવા મળે છે. જેને ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.
એસ.એસ રાજામૌલીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના નવા રિલીઝ થયેલા ગીતની બેકગ્રાઉન્ડમાં એક ભવ્ય સેટ જોઈ શકાય છે. ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવનાર આલિયા ભટ્ટે પણ ગીતનો એક નાનો ભાગ શેર કર્યો છે. ગીત શેર કરતાં આલિયા ભટ્ટે લખ્યું, 'સદીના સામૂહિક ગીત પર ડાન્સ કરો.'
નાચો-નાચો ગીતમાં જુનિયર એનટીઆર અને રામચરણની જોડીના ચાહકો વખાણ કરી રહ્યા છે. ગીત રિલીઝ થયાના માત્ર ૫ કલાકમાં ૧.૩ મિલિયન લોકોએ યુટ્યુબ પર જોયું છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મનું ટીઝર પણ થોડા દિવસો પહેલા જ રિલીઝ થઈ ચુકયું છે. ટીઝરમાં રાજામૌલીની સ્ટાઈલ જોવા મળી છે, જેના માટે તેઓ જાણીતા છે. ખૂબસૂરત અને અદભૂત એકશન ફિલ્મ માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ દુનિયાભરની ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. આરઆરઆર રામચરણ તેજા અને જુનિયર એનટીઆરએ ફિલ્મમાં સ્વાતંત્ર્ય સેનાની અલુરી સીતારામ રાજુ અને કોમારામ ભીમના કાલ્પનિક પાત્રો ભજવ્યા હતા. આ ફિલ્મમાં અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ મહત્વના રોલમાં જોવા મળશે.