ફિલ્મ જગત
News of Friday, 12th November 2021

'બિગ બોસ 15': રાની મુખર્જી અને કાર્તિક આર્યન ખાસ મહેમાન તરીકે મળશે જોવા

મુંબઈ: 'બિગ બોસ 15'ના એપિસોડ 'વીકેન્ડ કા વાર'માં રાની મુખર્જી અને કાર્તિક આર્યન શોમાં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે જોવા મળશે.રાની તેની ફિલ્મ 'બંટી ઔર બબલી 2'ના પ્રમોશન માટે આવી રહી છે. તેમાં સૈફ અલી ખાન, રાની મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાઘ છે. આ ફિલ્મ વરુણ વી શર્મા દ્વારા નિર્દેશિત અને લખવામાં આવી છે. તે 2005ની ફિલ્મ 'બંટી ઔર બબલી'ની સિક્વલ છે, જેમાં રાની સાથે અભિષેક બચ્ચન અભિનય કર્યો હતો. બીજી તરફ, કાર્તિક આર્યન તેની એક્શન-થ્રિલર ફિલ્મ 'ધમાકા'નું પ્રમોશન કરતો જોવા મળશે જેમાં તે પત્રકાર 'અર્જુન પાઠક'ની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં મૃણાલ ઠાકુર અને અમૃતા સુભાષ પણ મુખ્ય ભૂમિકામાં છે.

(5:36 pm IST)