શોર્ટ ફિલ્મ 'લવ સ્ટોરી' યુ-ટયુબ પર રીલીઝ થશે
રાજકોટ : યુ-ટયુબ ચેનલ મકવાણા પ્રોડકશન તથા એમ એકસ પ્લેયર પર રીલીઝ થવા જઇ રહેલ ફિલ્મ 'લવ સ્ટોરી'નું શુટીંગ રાજકોટમાં જ થયુ છે. વેલેન્ટાઇન ડે પર રજુ થવા જઇ રહેલ આ ફિલ્મનું ટ્રેલર અને ગીત યુ-ટયુબ ચેનલ મકવાણા પ્રોડકશન અને અન્ય ઓટીટી મ્યુઝીક એપ પર રીલીઝ થઇ ચુકયા છે. લવ સ્ટોરી શોર્ટ ફિલ્મના લેખક, ડીરેકટર, એડીટર હીમાંશુ મકવાણા છે. ગાયક અને સંગીત નિર્દેશક નરેન્દ્ર પરમાર તથા ભુમિ ગાથાણી છે. હીરોઇન તરીકે ધારા કાચા જે આરતીના રોલમાં તેમજ હીરો હીમાંશુ મકવાણા જે આકાશના રોલમાં છે. માતાનું પાત્ર ધારા પટેલે નિભાવ્યુ છે. અન્ય પાત્રોમાં સેજપાલ ધૈર્ય, હર્ષ મકવાણા, હિરેન કાટેલિયા, અમન સોલંકી, નિમેષ પંડયા, જીતુ કનોડીયા, કરન કાટેલીયાએ અભિયન કર્યો છે. સંગીત નિદેર્શક નીરજ શાહ અને કેમેરામેન તરીકેની સેવા રાજકોટ ફિલ્મ ફ્રેમ સ્ટુડીયોએ આપી હોવાનું મકવાણા પ્રોડકશન (મો.૮૪૬૦૭ ૬૧૪૪૩) ની યાદીમાં જણાવાયુ છે.