ફિલ્મ જગત
News of Thursday, 13th August 2020

સાજીદ ખાનનું એલાન: ફિલ્મ 'કિક-2'માં સલમાન ખાન સાથે હશે જેકલીન

મુંબઈ: નિર્માતા સાજિદ નડિયાદવાલાએ બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝને ખૂબ કિંમતી ભેટ આપી છે. તેણે કિક 2 ફિલ્મની જાહેરાત કરી છે. આ સાથે જ ફિલ્મની લીડ સ્ટાર કાસ્ટની પણ જાહેરાત કરવામાં આવી છે.કિક 2 માં જેક્લીન ફર્નાન્ડિઝ અને સલમાન ખાન જોવા મળશે. વેપાર વિશ્લેષક અને ફિલ્મ વિવેચક તરણ આદર્શે ટ્વીટ કર્યું કે, "તે સત્તાવાર છે." સાજિદ નડિયાદવાલાએ કિક 2 ની સ્ક્રિપ્ટ ફાઇનલ કરી છે. જેક્લીન ફર્નાન્ડીઝના જન્મદિવસ પર ફિલ્મની મુખ્ય ભૂમિકાઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. તેમાં સલમાન ખાનની સાથે જેક્લીન ફર્નાન્ડિઝ પણ જોવા મળશે.

(5:08 pm IST)