અક્ષય કુમાર બાદ બિયર ગ્રિલ્સ સાથે એડવેન્ચર કરતાં જોવા મળશે અજય દેવગણ
ડિસ્કવરીનો એડવેન્ચર શો ઈન ટુ ધ વાઈલ્ડ વીથ બિયર ગ્રિલ્સમાં વડાપ્રધાન મોદી, અક્ષય કુમાર અને રજનીકાંત બાદ હવે અજય દેવગણ જોવા મળશે
મુંબઇ,તા. ૧૩:ડિસ્કવરીનો એડવેન્ચર શો ઈન ટુ ધ વાઈલ્ડ વીથ બિયર ગ્રિલ્સ માં વડાપ્રધાન મોદી, અક્ષય કુમાર અને રજનીકાંત બાદ હવે અજય દેવગણ જોવા મળશે. રવિવારે શોના નિર્માતાઓએ જાહેરાત કરી છે. ૫૨ વર્ષીય અજય દેવગણ માલદીવમાં ટૂંક સમયમાં આ શો ના એપિસોડ માટે શૂટ કરશે.
વર્ષ ૨૦૧૯માં વજડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી 'મેન વર્સીજ વાઈલ્ડ'ના એક એપિસોડમાં બિયર ગ્રિલ્સ સાથે જોવા મળ્યા હતા. આ પહેલા સુપરસ્ટાર અક્ષય કુમાર અને રજનીકાંત પણ ગ્રિલ્સ સાથે જંગલમાં સાહસના કારનામાં કરી ચુકયા છે. હવે ગ્રિલ્સના અતરંગી જંગલી સાહસોને અજય દેવગણ માણશે અને જાણશે. શો નું સૌ પ્રથમ પ્રીમિયર ડિસ્કવરી + એપ પર કરવામાં આવશે.
અજય દેવગણ જે બોલિવૂડમાં સિંઘમ તરીકે ઓળખાય છે, તાજેતરમાં તેમની ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયાશ્ન રિલીઝ થઈ હતી. આગામી સમયમાં અજય દેવગણ રાજામૌલીની ફિલ્મ ‘RRR‘માં જોવા મળશે, જેમાં તેમની સાથે આલિયા ભટ્ટ પણ દેખાશે. આ ઉપરાંત તે સ્પોર્ટસ ફિલ્મ 'મેદાન'માં પણ જોવા મળશે.