દમદાર રોલ મળ્યો વલૂશા ડિસુઝાને
વેબ સિરીઝ ક્રેકડાઉનમાં ધમાકેદાર એન્ટ્રી કર્યા પછી અભિતેન્રી વલૂશા ડિસુઝા વધુ એક વેબ સિરીઝ કરી રહી છે. હવે વલૂશા ટેકનોલોજીકલ થ્રિલર 'એસ્કેલ લાઇવ'માં મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. જેમાં તેનો એક દમદાર રોલ છે. વલૂશાએ પોતાના પાત્ર વિશે કહ્યું હતું કે આ સિરીઝનું મારું પાત્ર ખુબ જ પાવરફુલ અને સ્ટ્રોંગ છે. એકવીસમી સદીની લેડી બોસ કઇ રીતે બધાને કન્ટ્રોલ કરે છે તે જોવા મળશે. હું આ ટેક થ્રિલર સિરીઝમાં કામ કરવાની તક મળવાથી અત્યંત ખુશ છું. આ એક કરન્ટ ટોપિક છે. સિરીઝનો આઇડિયા પણ જબરદસ્ત છે. ટેકનોલોજી અને સોશિયલ મિડીયા આજે આપણા જીવનના ભાગ બની ગયા છે અને બધાના જીવનમાં દખલગીરી પણ કરે છે. આ સિરીઝ ટેકનોલોજીની પરદા પાછળથી વાત અને તેનો ઉપયોગ કરવાનારા લોકોની જિંદગીને દેખાડશે. આ સિરીઝમાં પાંચ ભારતીયની કહાની છે. જે પોતાની રોજીંદી જિંગીથી કંઇક અલગ કરવા ઇચ્છે છે. સોશિયલ મિડીયા તેના જીવનમાં મહત્વનું બને છે. સિધ્ધાર્થ તિવારી નિર્મીત આ શોમાં સાઉથ સ્ટાર સિધ્ધાર્થ, શ્વેતા ત્રિપાઠી પણ જોવા મળશે. ગુજરાતના ઉમરગામમાં શુટીંગ ચાલી રહ્યું છે.