શીખવાનું કદી બંધ નહિ કરું: અનન્યા
અભિનેત્રી અનન્યા પાંડેને ઇન્ડસ્ટ્રીમાં બે વર્ષ પુરા થઇ ગયા છે. ફિલ્મો ભલે ઓછી કરી હોય પણ તેની નામના ખુબ થઇ ગઇ છે. હાલમાં તેના હાથ પર અનેક મોટા પ્રોજેકટ છે. અનન્યાએ કહ્યું હતું કે બે વર્ષની સફર ખુબ શાનદાર રહી છે. હું હવે સતત વ્યસ્ત છું એ માટે બધાની આભારી છું. મારી આસપાસના તમામ લોકોના પ્રેમ, પ્રોત્સાહન, જ્ઞાન અને સલાહ વગર આ સંભવ નહોતું. તમામ ટેકનીશિયન, નિર્દેશકો, નિર્માતા અને અભિનેતા સહિત સમગ્ર ટીમોની આભારી છું. મેં આ બધા પાસેથી ઘણું શીખ્યું છે. આ લોકોને હું હમેંશા યાદ રાખીશ. પણ સોૈથી મોટો સાથ પ્રશંસકોનો છે. તેમના વગર આગળ વધવું જરાપણ શકય નથી હોતું. ચાહકોએ મને ભરપુર પ્રેમ આપ્યો છે. હું મારી મહેનત આગળ પણ કરતી રહીશ અને પડકારોને જીલતી રહીશ. કદી પણ શીખવાનું બંધ નહિ કરું. હજુ મારે આગળ ઘણું કરવાનુ બાકી છે. અનન્યાએ હાલના સમયનો ઝડપથી અંત આવે અને ફરી ફિલ્મોનો જાદૂ છવાય તેવી આશા વ્યકત કરી હતી. અનન્યા દિપીકા, સિધ્ધાર્થ સાથે અને વિજય દેવરકોડા સાથેની બે ફિલ્મો કરી રહી છે.