ફિલ્મ જગત
News of Tuesday, 14th September 2021

'હાથી મેરે સાથી'નું ટ્રેલર : રાણા દગ્ગુબતીનો દમદાર અભિનય

મુંબઇ,તા. ૧૪ : ઇરોસ નાઉ કંપનીએ તેની આગામી નવી ફિલ્મ 'હાથી મેરે સાથી'નું ટ્રેલર રિલીઝ કર્યું છે, જે ફિલ્મ માટે રોમાંચ ખડો કરનારૃં છે. રાણા દગ્ગુબતીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી 'હાથી મેરે સાથી' ફિલ્મ માનવીઓ અને જાનવરો (અહીં હાથીઓ) વચ્ચે લાગણીના રહેતા સંબંધને પ્રદર્શિત કરે છે. રાણા દગ્ગુબતીનું પાત્ર હાથીઓને બચાવવા જંગ ખેલે છે.

ફિલ્મ ૧૮ સપ્ટેમ્બરે ઓટીટી (ડિજીટલ) પ્લેટફોર્મ (ઇરોસ નાઉ) પર અને ટીવી પર (ઝી સિનેમા) પર એક સાથે રિલીઝ થવાની છે. પ્રભુ સોલોમન દ્વારા દિગ્દર્શિત આ સાહસ વિષય આધારિત ફિલ્મમાં પુલકિત સમ્રાટ, શ્રિયા પિલગાંવકર અને ઝીયા હુસેનની પણ મહત્વની ભૂમિકા છે. આ ફિલ્મ હિન્દી સહિત ત્રણ ભાષામાં બનવાની છે.

(10:10 am IST)