અચરરે ભારદ્વાજે ત્યારે અસલી પંજાબીયત દેખાડી
ટીવી કલાકારો સિરીયલના પોતાના પાત્ર ઉપરાંત અંગત વાતોને કારણે પણ ચર્ચામાં રહેતાં હોય છે. દંગલના શો એ મેર હમસફરના અભિનેતા અચરર ભારદ્વાજે તાજેતરમાં પોતાની અસલી પંજાબીયત દેખાડી હતી. શુટીંગના સેટ પર એક ટ્રેકટર બરાબર ગેઇટ સામે જ ફસાઇ ગયું હતુ઼. ચાર-પાંચ કલાક સુધી મથવા છતાં ચાલક આ ટ્રેકટરને કાઢી શકયો નહોતો. દરમિયાન આ વાતની જાણ થતાં અચરર ત્યાં પહોંચી ગયો હતોો અને ટ્રેકટરની ડ્રાઇવીંગ સીટ પર બેસી પોતાનો અનુભવ કામે લગાડી ટ્રેકટર કાઢવામાં પુરી મદદ કરી હતી. તેણે કહ્યું હતું કે ટ્રેકટર ચલાવવું એ ખુબ મુશ્કેલ કામ હોય છે. બીજા વાહનોની જેમ તેને ચલાવવું સરળ નથી હોતું. હું ચંદીગઢમાં મોટો થયો છું અને ખેતીના કામમાં અનેક વખત ટ્રેકટર ચલાવ્યું છે. આથી મને ટ્રેકટર ચલાવતાં સારી રીતે આવડે છે. આ કારણે જ ફસાયેલા ટ્રેકટરને મેં બહાર કાઢ્યું હતું. મારા માટે ટ્રેકટર ચાલકને મદદ કરવી એ ખુબ મહત્વનું કામ હતું અને મેં એ કર્યુ હતું. અચરર ટીવી શોમાં વેદ કોઠારીના ભાઇ લખન કોઠારી અને પ્રતિભા દેવીના દિકરાનો રોલ નિભાવી રહ્યો છે.