ફિલ્મ જગત
News of Thursday, 14th October 2021

એ હું તાપસી પાસેથી શીખ્યોઃ પ્રિયાંશુ

બેન્ડ બાજા બારાત, લવ એટ ફર્સ્ટ સાઇટ, રોકઓન-૨, ભાવેશ જોષી સુપરહીરો, હાઇજેક, મિરઝાપુર-૨ સહિતની ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરી જાણીતો બનેલો અભિનેતા પ્રિયાંશુ પેન્યુલી હવે તાપસી પન્નુ સનાથે રશ્મી રોકેટમાં કામ કરી રહ્યો છે. કચ્છની એક એથ્લેટના જીવન પર આધારીત આ ફિલ્મમાં તાપસી રનરનો રોલ નિભાવી રહી છે. આ માટે તેણે સખ્ત તાલિમ લીધી છે. વજન પણ વધાર્યુ હતું. પ્રિયાંશુએ કહ્યું હતું કે તાપસી આ ફિલ્મમાં છે તેની મને ખબર પડતાં જ હું ઉત્સાહિત થઇ ગયો હતો. હું પહેલેથી જ તેના કામનો અને એકટર તરીકે તેની પસંદગીનો પ્રશંસક છું.

શુટીંગના પહેલા દિવસથી જ અમે ફ્રેન્ડ બની ગયા હતાં. વિશ્વના કોઇપણ વિષય પર અમે કટાક્ષ કરતાં હતાં. એ માત્ર હસીમજાક પુરતું હતું. અનુશાસિત, સમર્પિત અને ખરેખર મહેનતુ એકટર કઇ રીતે બની શકાય એ હું તાપસી પાસેથી શીખ્યો છું. આ ફિલ્મ ઝીફાઇવ પર રિલીઝ થવાની છે. પ્રિયાંશુ હવે પછી પિપ્પા નામની ફિલ્મ કરી રહ્યો છે.

(9:46 am IST)