ફિલ્મ જગત
News of Friday, 15th January 2021

રોલ ટુંકો હોય, પણ મોટી તક સમાન છેઃ અર્જિત તનેજા

ટીવી પરદે સુપરનેચરલ શોમાં બહુચર્ચીત છે તેવા નાગિન શોની સતત પાંચ સિઝન આવી ગઇ છે. મલ્ટીસ્ટારર એવા આ શોમાં  હવે વધુ એક કલાકાર અર્જિત તનેજાનો પણ સમાવેશ થયો છે. હાલમાં ચાલી રહેલી પાંચમી સિઝનમાં સુરભિ ચંદના, શરદ મલ્હોત્રા અને મોહિત સેહગલ મુખ્ય ભુમિકા નિભાવી રહ્યા છે. હવે અર્જિત આ શોમાં ટુંકો છતાં ખુબ મહત્વનો રોલ નિભાવી રહ્યો છે. તે અગાઉ કુમકુમ ભાગ્યમાં કામ કરી ચુકયો છે. અર્જિતે કહ્યું હતું કે ભલે મને નાનો રોલ નાગિનમાં મળ્યો હોય, પણ હું આને ખુબ મોટી તક સમજુ છું. કારણ કે પહેલી જ વખત મને આવા સુપરનેચરલ શોમાં કામ કરવાની તક મળી છે. ડેઇલી સોપ કરતાં આવા ફેન્ટસી શોમાં શુટીંગની ટેકનીક પણ જુદી જ અને ઘણું શીખવી જનારી હોય છે. હું આ શો સાથે જોડાઇને નવા અનુભવ માટે ખુબ જ અધીરો છું.

(10:27 am IST)