News of Friday, 15th January 2021
ક્રિટિકસ ચોઈસ અવોર્ડ્સ માટે બેસ્ટ એકટરની કેટેગરીમાં પ્રતીક ગાંધી, બોબીદેઓલ, કે. કે. મેનન, જયદિપ અહલાવત, દિવ્યેન્દુ શર્મા સામેલ
વેબ સીરિઝના નોમિનેશનમાં સ્કેમ ૧૯૯૨- ધ હર્ષદ મહેતા સ્ટોરી, પાતાલ લોક, આર્યા, સ્પેશ્યલ ઓપ્સ અને પંચાયતનો સમાવેશ
મુંબઈ તા. ૧૫: ક્રિટિકસ ચોઈસ અવોડ્સ દ્વારા તેની ત્રીજી સીઝનના નોમિનેશન અનાઉન્સ કરી દેવામાં આવ્યા છે. આ એવોર્ડ્સની ગત બે સિઝનની સફળતા બાદ 'ફિલ્મ ક્રિટિકસ ગિલ્ડ' અને 'મોશન કન્ટેન્ટ ક ગ્રુપ', 'વિસ્ટાસ મીડિયા કેપિટલ' આ એવોર્ડ સેરેમનીની ત્રીજી સીઝન માટે ફરી સાથે આવ્યા છે. જેમાં વેબ સીરિઝના નોમિનેશનમાં સ્કેમ ૧૯૯૨-ધ હર્ષદ મહેતા સ્ટોરી, પાતાલ લોક, આર્યા, સ્પેશ્યલ ઓપ્સ તથા પંચાયતના નામ સિલેકટ કરવામાં આવ્યા છે. જયારે બેસ્ટ એકટરની કેટેગરીમાં ૧૯૯૨-સ્કેમના અભિનેતા પ્રતીક ગાંધી, પાતાલલોક માટે જયદીપ અહલાવત, સ્પેશલ ઓપ્સ માટે કે.કે.મેનન, મિર્ઝાપુર સીઝન ૨ માટે દિવ્યેન્દુ શર્મા, અને આશ્રમ માટે બોબી દેઓલને નોમિનેટ કરવામાં આવ્યા છે.
(11:52 am IST)