ફિલ્મ જગત
News of Monday, 15th February 2021

નોરાને ફાવી ગયું છે ચર્ચામાં રહેતાં

અભિનેત્રી નોરા ફતેહીએ બોલીવૂડમાં નામના મેળવી લીધી છે. તે ફિલ્મો સિવાય પણ ચર્ચામાં રહેતાં શીખી ગઇ છે. કરોડો ચાહકો નોરાના ડાન્સ પર પાગલ છે. પોતાના જબરદસ્ત ડાન્સમુવ્સથી તે ચાહકોને પોતાની સાથે જોડી રાખે છે. દિલબર સોંગ દ્વારા તે દુનિયાભરમાં છવાઇ ગઇ હતી. તાજેતરમાં તેનું નવું એક ગીત રિલીઝ થયું છે. છોડ દેંગે...નામના આ ગીતમાં નોરા એવી છોકરીનો રોલ નિભાવી રહી છે જેને પ્રેમીએ મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હોય છે. તે હવે બદલો લેતી જોવા મળી રહી છે. ટી-સિરીઝ બેનરના આ ગીતે યુ-ટ્યુબ પર રિલીઝ થતાંની સાથે જ પચ્ચીસ લાખથી વધુ વ્યુઝ મેળવી લીધા હતાં. પોતાના બેલી ડાન્સથી તહેલકો મચાવતી નોરા નવા ગીતમાં અલગ જ અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી છે. જેની ચાહકો સતત પ્રસંશા કરી રહ્યા છે. છોડ દેંગે ગીત યોગેશ દુબેએ લખ્યું છે. સચેત-પરંપરાનું સંગીત છે અને કોરિયોગ્રાફી રજીતની છે. નોરા અજય દેવગણની ફિલ્મ ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં ખુબ મહત્વના રોલમાં જોવા મળશે.

(10:10 am IST)