ફિલ્મ જગત
News of Monday, 15th February 2021

આદિત્યએ ચાર મહિના તાલિમ લીધી

આશિકી બોયથી જાણીતા અને યુવાઓમાં વધુ ચાહત ધરાવતાં અભિનેતા આદિત્ય રોય કપૂરે રોમાન્ટીક સિવાયના રોલ પણ ભજવીને સાબિત કર્યુ છે કે તે કોઇપણ પ્રકારના અભિનય માટે સક્ષમ છે. આદિત્ય રોય હવે 'ઓમ-બેટલ વિધિન'માં અલગ જ રોલમાંજોવા મળવાનો છે. આ ફિલ્મના પોતાના પાત્રને ન્યાય આપવા આદિત્યને ઘરમાં જ જીમ ઉભુ કરી દીધું હતું. લોકડાઉનમાં જીમ બંધ હોવાથી તેણે ઘરે જ જીમ ખોલી કસરતો ચાલુ બરી હતી. ફિલ્મનું નિર્માણ અહેમદ ખાને અને નિર્દેશન કપિલ વર્માએ કર્યુ છે. ડિસેમ્બરમાંશુટીંગ શરૂ થયું એ પહેલા આદિત્યએ પોતાને રોલ માટે પરફેકટ બનાવી લીધો હતો. આદિત્યએ આ ફિલ્મ માટે કુંગફુ, તાઇચી અને શસ્ત્રોની તાલિમ પણ લીધી હતી. આ ઉપરાંત નિર્માતાએ બાંદ્રામાં એક ડાન્સ રિહર્સલ હોલ ભાડે રાખ્યો હતો. જેમાં દરરોજ બે કલાક આદિત્ય માર્શલ આર્ટસ, કાર્ડિયો અને સ્ટ્રેચીસની તાલીમ લેતો હતો. આવું ચાર મહિના તેણે કર્યુ હતું. આ રીતે તેણે પાત્રને અનુરૂપ પોતાના બોડીને શેપ આપ્યો હતો. ડાયેટ મુજબ જમવાનો નિયમ પણ પાળ્યો હતો. હવે અંતિમ દ્રશ્યોનું શુટીંગ ફિલ્મસિટીમાં ચાલીર હ્યું છે.

(10:10 am IST)