ફિલ્મ જગત
News of Monday, 15th February 2021

મેં આ મુછોના કારણે તને પ્રેમ કર્યો... મારા હંમેશાના વેલેન્‍ટાઇનઃ તું મારો હંમેશાનો વેલેન્‍ટાઇન છે, માત્ર દિલની ધડકન છેઃ કરીના કપૂરે પતિ અને પુત્રને ખાસ અંદાજમાં વિશ કરી

નવી દિલ્હી: બોલીવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન તાજેતરમાં પોતાના બીજા બાળકના સ્વાગતની તૈયારી કરી રહી છે. એવામાં તેણે રવિવારના વેલેન્ટાઈન ડે પર તેમના પુત્ર તૈમૂર અલી ખાન અને તેના અભિનેતા પતિ સૈફ અલી ખાન માટે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખી છે.

સૈફની મૂછોથી છે કરીનાને પ્રેમ

કરીનાએ બે તસવીર શેર કરી છે જેમાંથી પ્રથમ તસવીરમાં સૈફ અલી ખાન પત્ની કરીના કપૂર ખાનને ગળે મળી રહ્યો છે. તે ચેક્સ શર્ટ અને ડેનિમમાં છે. સાથે જ તેણે મૂછો પણ રાખી છે. આ ફોટોની સાથે કરીનાએ કેપ્શનમાં લખ્યું, 'મેં આ મૂછોના કારણે તને પ્રેમ કર્યો... મારા હમેશાના વેલેન્ટાઇન.'

તૈમૂરના પાઉટ પર ફિદા કરીના

ત્યારબાદ તેણે તેમૂર અલી ખાનની એક ક્યૂટ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું, એટલા માટે નહીં કે તું મારી જેમ પાઉટ બનાવી લે છે... પરંતુ તુ મારો હમેશાંનો વેલેન્ટાઇન છે, મારા દિલની ધડકન છે.'

(5:08 pm IST)