ફિલ્મ જગત
News of Thursday, 15th April 2021

ગૂડલક જેરીની રાહમાં છે જ્હાન્વી

ધડક ગર્લ જ્હાન્વી કપૂર અસંખ્ય ચાહકોના દિલની ધડકન બની ચુકી છે. ચાર વર્ષ પહેલા ધડક ફિલ્મથી અભિનય કારકિર્દીનો આરંભ કરનાર જ્હાન્વી હવે પોતાની ફિલ્મ ગૂડલક જેરી અને દોસ્તાના-૨ને કારણે ચર્ચામાં છે. તેણે ઘોસ્ટ સ્ટોરીઝ, અંગ્રેજી મિડીયમ, ગુંજન સકશેના, રૂહી સહિતની ફિલ્મો થકી પોતાની અભિનય ક્ષમતા સાબિત કરી દીધી છે અને દરેક મોટા નિર્માતા નિર્દેશકની તે પસંદ બની છે. તાજેતરમાં જ્હાન્વી રજાની મજા માણવા માલદિવ પહોંચી હતી. ત્યાંથી હોટ એન્ડ બોલ્ડ તસ્વીરો તેણે ચાહકો સમક્ષ રજૂ કરી હતી. મોનિકીની સાથેની તેની માલદિવના રમણીય બીચની તસ્વીરોએ ઇન્ટરનેટ પર આગ લગાડી હતી. હોરર કોમેડી ડ્રામા રૂહીમાં જ્હાન્વીએ રાજકુમાર રાવ સાથે કામ કર્યુ હતું. આ ફિલ્મ પણ ચાહકોને ગમી હતી. હવે તે ગૂડલક જેરી ફિલ્મની રાહ જોઇ રહી છે. આ એક બ્લેક કોમેડી ક્રાઇમ ફિલ્મ છે. તેની સાથે દિપક ડોબરીયાલ, મિતા વશિષટ, નિરજ સૂદ સહિતના કલાકારો છે.

(10:26 am IST)