ફિલ્મ જગત
News of Saturday, 15th May 2021

ગુજરાતના દરેક ખુણાની વાત બહાર લાવશે

વિઠ્ઠલ તીડીના મેકર્સ હવે લાવશે ઓકે બોસ-કડક મીઠી વગેરે

મુંબઇ,તા. ૧૫: સિનેમેન પ્રોડકશન્સ લિમિટેડે ખુશી એડવર્ટાઈઝીંગ સાથે ભાગીદારી કરી ભારતનું પ્રીમિયમ સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ રજૂ કર્યું છે જેમાં ગુજરાતી મીડિયા અને એંટરટેનમેંટ ઈન્ડસ્ટ્રીના કન્ટેન્ટનો સમાવેશ છે. સિનેમેન પ્રોડકશન્સના સ્થાપક અને OHO ગુજરાતીના સહસ્થાપક ફિલ્મ મેકર અભિષેક જૈનની આગેવાનીમાં રજૂ કરાયેલ આ ખાસ પ્લેટફોર્મનો હેતુ ગુજરાતનાં દરેક ખૂણાની વાર્તાઓને બહાર લાવવાનો છે.

આ પ્લેટફોર્મ માત્ર તાજેતરનાં સમયની બ્લોકબસ્ટર મૂવી જ રજૂ નહીં કરે પરંતુ આ ઉપરાંત ગુજરાતી એંટરટેન્મેંટ ઇંડસ્ટ્રીઝએ રજૂ કરવા જોઈએ તેવા  કલાસિક મુવીઝ , વેબ/મીની સીરિઝ, ડોકયુમેન્ટસ, ટોક શોઝ તથા નાટકો વગેરે દર્શાવશે. હાલમાં જે કન્ટેન્ટ ઉપલબ્ધ છે તે દર્શાવવા ઉપરાંત OHO ગુજરાતીને ખાસ અને અલગ બનાવટી વાત એ છે કે લોકો માટેનો અને લોકો દ્વારાનો છે. મજબૂત રીતે આ પ્લેટફોર્મ ગુજરાતનાં દરેક ખૂણાની વાતને પ્રકાશમાં લાવશે, એટલું જ નહીં આ પ્લેટફોર્મનું નામ પણ ઓનલાઈન હાથ ધરાયેલ પોલ દ્વારા લોકોના અભિપ્રાય ના આધારે નક્કી થયેલ છે.

કાલ્પનિક થી અકાલ્પનિક, શોર્ટ ફિલ્મથી ટેબલ વાંચન થી  વેબ/મીની સીરિઝ વિશાળ કન્ટેન્ટ અને બહોળા વિષયવસ્તુને આવરી લેતા આ પ્લેટફોર્મ ગુજરાતનાં સમૃદ્ઘ વારસા ને રજૂ કરી ગુજરાતીઓ ની બીઝનેસ અને ખોરાકના શોખના રૂઢિગત દ્રષ્ટિકોણ ને બદલી નાખશે. આ ખાસ પ્લેટફોર્મની ટીમ લોકોને તેમની વાર્તાઓ નોંધાવવા (સબમીટ કરાવવા) જણાવે છે જે અભિષેક જૈનના માર્ગદર્શનમાં પસંદગી પામી સિનેમેટિક ફોર્મમાં રજૂ કરાશે. વિઠ્ઠલ તીડી સિવાય રજૂ થનાર અન્ય શોમાં ઓકે બોસ , કડક મીઠી તથા અન્ય શો નો સમાવેશ છે.

(10:25 am IST)