પલકના ચાહકોની સંખ્યામાં થયો વધારો
ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક પણ મા શ્વેતાની જેમ સોશિયલ મિડીયા પર આગ લગાડવા માટે જાણીતી બની ગઇ છે. પલકે તાજેતરમાં પોતાના લેટેસ્ટ ફોટોશૂટનો એક વિડીયો પોસ્ટ કર્યો હતો. તે જોઇ ચાહકો ઘાયલ થઇ ગયા હતાં. પલકે ખુબ જ ગ્લેમરસ અંદાજમાં સ્ટ્રિપ્ડ ટાઇડ ડ્રેસમાં કેમેરા સામે પોઝ આપ્યા હતાં. બોલીવુડની નવીનવેલી એકટ્રેસ પલક તિવારી સતત ચાહકોની સંખ્યા વધારી રહી છે. તેની એક પણ ફિલ્મ રિલીઝ નથી થઇ છતાં તે અત્યારથી સતત ચર્ચામાં છે. બોલીવૂડમાં તે પહેલી ફિલ્મ રોઝી-ધ સેફ્રોન ચેપ્ટર નામની ફિલ્મથી એન્ટ્રી કરી ચુકી છે. પલક તિવારીની સોશિયલ મીડિયા પર અસંખ્ય ચાહકો ધરાવે છે. પલક તિવારીએ નવી તસ્વીરો પોસ્ટ કરતાં જ ધડાધડ વાયરલ થઇ ગઇ હતી. ચાહકોએ તેની તસ્વીરને ખુબ પસંદ કરી હતી.