ખુબ લાંબો સમય રાહ જોઇ હતી ઇકબાલ ખાને
અભિનેતા ઇકબાલ ખાનનું સપનુ પુરૂ થયું છે. તેની લાંબા સમયથી ઇચ્છા હતી કે અભિનેત્રી વિદ્યા બાલન સાથે કામ કરવાની તક મળે. અંતે તેને આ તક મળી ગઇ છે. ફિલ્મ 'જલસા'માં તે વિદ્યા સાથે કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં શેફાલી શાહ પણ ખાસ ભુમિકામાં છે. ઇકબાલ ખાને કહ્યું હતું કે નિર્માતા દ્વારા ખુબ જ અદ્દભુત સ્ટારકાસ્ટ પસંદ કરવામાં આવી છે. મારા માટે સ્ટોરી હંમેશાં મહત્ત્વ ધરાવે છે. 'જલસા'ની સ્ટોરી ખૂબ જ સારી હોવાથી મેં આ ફિલ્મ પસંદ કરી છે. આ ખૂબ જ પાવરફુલ, યુનિક અને અદ્દભુત પાત્રોની સ્ટોરી છે. ડિરેકટર સુરેશ ત્રિવેદી ખૂબ જ સારી સ્ટોરી લઈને આવી રહ્યા છે. મારું પાત્ર પણ ખુબ જ જોરદાર છે, પરંતુ આ ડિરેકટરે મને કોઇ સામાન્ય પાત્ર આપ્યું હોત તો પણ મેં કામ કરવાની હા પાડી હોત. કારણ કે હું ખુબ લાંબા સમયથી વિદ્યા બાલન સાથે કામ કરવા ઇચ્છતો હતો.આ ફિલ્મમાં મને કામ મળ્યું એ મારા માટે સોને પે સુહાગા જેવી વાત છે.