જ્હાન્વીના હાથ પર ચાર ફિલ્મો
બોલીવૂડમાં ટુંકા ગાળામાં જ ખુબ મોટી સંખ્યામાં ચાહકો ઉભા કરી લેનારી અભિનેત્રી જ્હાન્વી કપૂર પોતાની માતા શ્રીદેવીની જેમ જ બોલીવૂડમાં છાપ ઉભી કરવા સખત મહેનત કરતી રહે છે. સોશિયલ મિડીયા પર પણ જ્હાન્વી સતત સક્રિય રહી હોટ અને ગ્લેમરસ તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. જ્હાન્વીના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આવી તસ્વીરો સતત જોવા મળતી રહે છે. તાજેતરમાં તેણે સિલ્વર રંગના હોટ ડ્રેસમાં ગ્લેમરસ અંદાજની તસ્વીરો પોસ્ટ કરી હતી. તેમાં તેની કાતિલ અદાઓ જોવા મળી હતી. ચાહકોએ આ તસ્વીરો ખુબ પસંદ કરી હતી. જ્હાન્વીએ ૨૦૧૮માં ધડક ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી છે. એ પછી તે ઘોસ્ટ સ્ટોરીઝ, ધ કારગિલ ગર્લમાં પણ જોવા મળી ચુકી છે. હાલમાં તેના હાથ પર ચાર ફિલ્મો છે. જેમાં કરણ જોહરની તખ્ત, હોરર કોમેડી રૂહી અફઝા, કાર્તિક આર્યન સાથે દોસ્તાના-૨ અને ગૂડલક જેરી પણ સામેલ છે.