કરીના કપુર છે ૪૧૩ કરોડની માલિક
બંગલાથી લઇને ગાડીઓની છે વણઝાર
મુંબઇ, તા.૧૬: બોલીવુડ એકટ્રેસ કરીના કપૂર ખાન ફેન્સના દિલો પર રાજ કરે છે. પોતાની ખુબસુરતી સાથે નાયાબ એકિટંગ માટે ઓળખાય છે. એકટ્રેસે પોતાના અત્યારના કરિયરમાં દરેક પ્રકારની ફિલ્મો કરી છે. કરીના કપૂર ફિલ્મી પરદા પર ખુબ કમાણી કરે છે. આ કારણે જ એકટ્રેસની કમાણી અને સંપત્ત્િ। સેફથી ઓછી નથી.
રિફ્યૂજી ફિલ્મની શરૂઆત કરવા વાળી કરીના કપૂર તગડી ફી વસુલે છે. બોલીવુડની સૌથી મોંઘી એકટ્ર્સેસ માંથી કરીના એક છે. કરીના એકલી પાસે ૪૧૩ કરોડની સંપત્તિ છે. એના પતિ શેફ અલી ખાન સંપત્ત્િ। એમાં સામેલ નથી.
તમને જણાવી દઈએ કે ૨૦૧૪ સુધી કરીના પાસે ૭૪.૪૭ કરોડની સંપત્ત્િ। હતી. કરીનાની કમાણી ફોલ્મો, બ્રાન્ડ્સ એન્ડોર્સમેન્ટ, સ્ટેજ શો, ટુર અને રેડિયો શો વગેરે દ્વારા થાય છે. હાલ કરીના કપૂરની કુલ સંપત્ત્િ। લગભગ ૪૧૩ કરોડ રૂપિયા છે. જયારે એકટ્રેસ આજની તારીખમાં વાર્ષિક લગભગ ૭૩ કરોડ રૂપિયાની કમાણી કરે છે.
કરીના કપૂર પાસે પોતાની કમાણીનું શાનદાર ઘર પણ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, એકટ્રેસ પાસે બાંદ્રામાં ફોર્ચ્યુન હાઈટ્સમાં 4BHK એપાર્ટમેન્ટ છે. એટલું જ નહિ સ્વીત્ઝર્લેન્ડના Gstaaમાં પણ એકટ્રેસનું એક દ્યર હોવાની વાત કહેવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે કરીના કપૂર ગાડીઓની શોકીન છે અને એમની પાસે દ્યણી કારો છે જેમાં એક મર્સીડીઝ બેઝ એસ કલાસ સામેલ છે. મર્સીડીઝ એસ કલાસની કિંમત ૧.૪૦ કરોડ રૂપિયા છે. જયારે ઓડી કયુ ૭ જેની કિંમત ૯૩ લાખ રૂપિયા છે, રેન્જ રોવર સ્પોર્ટ એસયુવી અને લેકસસ એલએકસ ૪૭૦ની કિંમત ૨.૩૨ કરોડ રૂપિયા છે. એટલે સાફ છે કે સંપત્ત્િ। મામલે મોટી મોટી એકટ્રેસને પાછળ મૂકી દે છે.
કરીના કપૂર થોડા સમય પહેલા એક વાર ફરીથી માતા બની છે. એકટ્રેસે ફરી એક બાળકને જન્મ આપ્યો છે. જો કે એકટ્રેસના દીકરાનું નામ હજુ સુધી રીવીલ થયું નથી. જણાવી દઈએ કે કરીના અંતે ગુડ ન્યુઝ ફિલ્મમાં જોવા મળી હતી. હવે આમિર ખાન સાથે લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું શુટિંગ હાલ ચાલી રહ્યું છે. એ ઉપરાંત એકસ્ટ્રેસ પાસે ઘણા વિજ્ઞાપન છે.