ફિલ્મ જગત
News of Thursday, 16th June 2022

કંગનાની ફિલ્‍મ ‘ધાકડ' બની ૮૫ કરોડમાં: કમાણી કરી માત્ર ૨.૫૮ કરોડ

‘ધાકડ' ઉંધા માથે પછડાઇ

મુંબઇ,તા.૧૬: કંગના રનૌતની ફિલ્‍મ ‘ધાકડ'ના નિર્માતાઓને ૭૮ કરોડ રૂપિયાનુ નુકસાન વેઠવુ પડ્‍યુ છે કેમ કે કંગના અભિનીત ફિલ્‍મ ધાકડ ૮૫ કરોડમાં બની હતી અને તેનુ બોક્‍સ ઓફિસ કલેક્‍શન ૨.૫૮ કરોડ રહ્યુ છે. ફિલ્‍મ નિર્માતાઓએ કથિતરીતે ફિલ્‍મના રાઈટ્‍સને વેચ્‍યા નથી. અને હવે કહેવાઈ રહ્યુ છે કે બોક્‍સ ઓફિસ પર પોતાના ખરાબ પ્રદર્શનની સાથે નિર્માતાઓને નુકસાન વેઠીને પણ સેટેલાઈટ અને ડિજિટલ રાઈટ્‍સ વેચવા પડશે.

કંગનાની ફિલ્‍મને કાર્તિક આર્યનની ‘ભૂલ ભૂલૈયા ૨' નો સામનો કરવો પડ્‍યો. સારા રિવ્‍યુ છતાં ‘ધાકડ', ‘ભૂલ ભુલૈયા ૨' ની સામે ટકી શકી નહીં, જે બોક્‍સ ઓફિસ પર પહેલા નંબરની પસંદ છે.

ફિલ્‍મ સમીક્ષક અનુસાર કહાની સરળ, સીધી છે કે અગ્નિ બાળપણની એક ચોંકાવનારી ઘટના બાદ એજન્‍ટ બની ગઈ, જયારે તેના માતા-પિતાને એક એવા વ્‍યક્‍તિએ ગોળી મારી દીધી હતી, જેના વિશે તેને યાદ છે. હવે તે મધ્‍ય ભારતથી બહાર ચાલી રહેલા એક તસ્‍કરી ગેંગની એજન્‍સીની તપાસનુ નેતૃત્‍વ કરી રહી છે. અને બુડાપેસ્‍ટ તેમજ મધ્‍ય પૂર્વમાં મૂળના એક શેખ સુધી પહોંચી રહી છે.

(9:51 am IST)