આવતા મહિને આવશે અનોખી પ્રણય કથા
બનારસની પૃષ્ઠભૂમિ પર આમ તો અનેક ફિલ્મો અને સિરીઝ બની ચુકયા છે. વધુ એક ફિલ્મ આવી રહી છે, જે બનારસની પૃષ્ઠભૂમિ પર આધારીત છે. નિર્દેશક વિનોદ તિવારીની ફિલ્મ 'ધી કોન્વર્ઝેશન'માં પ્રણય ત્રિકોણ કહાની છે. આ ફિલ્મ આવતા મહિને ઓગષ્ટમાં રિલીઝ થશે. નિર્દેશક વિનોદ તિવારીએ કહ્યું કે, ધી કોન્વર્ઝેશન બબલુ, દેવ અને સાક્ષી વચ્ચેની કોઇ સીધી સાદી પ્રેમ કથા નથી પણ એક એવી ફિલ્મ છે જે ભારતમાં તથા પ્રેમ લગ્નોમાં ધર્મ અંગે જે અસમંજસથી વાત થતી હોય છે તેને સંવેદનશીલતાથી સંબોધે છે. ફિલ્મની વાર્તા બનારસમાં આકાર લે છે. ફિલ્મમાં વિંધ્યા તિવારી, પ્રતીક શુકલા અને રવિ ભાટીયા મુખ્ય કલાકારો છે. સાથે વિભા છીબ્બર, અમિત બહેલ, સુનિતા રાજવર, સંદીપ યાદવ, વિજય ત્રિવેદી, સપના ચૌધરી અને મનોજ જોશી ખાસ ભુમિકામાં છે. કથા વંદના તિવારીની છે અને સંગીત અનામિક ચૌહાણનું છે.