પોતાને નસીબદાર સમજી રહી છે મૃણાલ
બોલીવૂડમાં ખુબ ઓછી ફિલ્મો કરીને પણ જાણીતી બની ગયેલી અને મોટી ફિલ્મો મેળવવા માંડેલી મૃણાલ ઠાકુર પોતાને નસીબદાર સમજી રહી છે. તે કહે છે હજુ તો મારી શરૂઆત જ છે, અને પ્રારંભે જ મને રાકેશ ઓમપ્રકાશ મહેરા સાથે કામ કરવાની તક મળવી એ નસીબ જ કહી શકાય. આટલી સરળતાથી મને આ તક મળશે એ વિશે પણ કદી નહોતું વિચાર્યુ. મૃણાલે રાકેશ ઓમ પ્રકાશ મેહરાની 'તૂફાન'માં ફરહાન અખ્તર સાથે મુખ્ય ભુમિકા નિભાવી છે. એમેઝોન પ્રાઇમ વિડિયો પર આ ફિલ્મ આજથી જ રિલીઝ થઇ છે. મૃણાલ કહે છે મારા પર રાકેશ ઓમપ્રકાશ મેહરાએ વિશ્વાસ દર્શાવ્યો છે એ કારણે પણ હું ખુબ ખુશ છું. તેમને ખબર નહોતી કે હું મહારાષ્ટ્રિયન છું અને અમે જે પાત્રો પર ચર્ચા કરી હતી એ પણ એને સંબંધિત હતી. એ પછી મેં પાત્ર માટે ટેસ્ટ આપી હતી. તેમની સાથે કામ કરવાનું મારું સપનું હતું, જે પુરૂ થયું છે. મને એમ લાગતું હતું કે તેમની સાથે કામ કરવા માટે મારે હજી પંદર ફિલ્મોમાં કામ કરવું પડશે.