પરિધીએ કહ્યું-એ કામ સરળ નથી હોતું
ટીવી પરદે રિલીઝ થતાં નવા શો ઘણીવાર દર્શકોને ખુબ પસંદ પડી જાય છે, તો અમુક શોને દર્શકો નકારી કાઢે છે. હાલમાં જ સ્ટાર પ્લસ પર શરૂ થયેલા શો 'ચીકૂ કી મમ્મી દૂર કી'ને શરૂઆત સાથે જ દર્શકોનો ભરપુર પ્રેમ મળી ગયો છે. આ શોમાં પરિધી શર્મા અને વૈષ્ણવી પ્રજાપતિ ઓનસ્ક્રીન મા-દિકરીની ભુમિકા નિભાવી રહ્યા છે. એક દિકરીનું માથી દૂર થઇ જવું અને મા દ્વારા દિકરીને શોધવા માટેની લાગણીઓ દર્શકોને ગમ્યા છે. કોઇપણ કલાકાર માટે પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને મેનેજ કરવાનું કામ સરળ હોતું નથી.
પરિધીએ કહ્યું હતું કે એક વર્કિંગ માના રૂપમાં બાળકો સાથે સારો સમય પસાર ન કરી ઓછપ અનુભવવા કરતાં તેની સાથે સમય પસાર કરી લેવો એ મારા મતે વધુ મહત્વનું છે. દરરોજ શુટીંગ ખતમ થતાં જ હું ઘરે જઇ મારા દિકરા સાથે અચુક સમય વિતાવુ છું. આ રીતે કામ અને ઘરમાં સંતુલન જાળવી રાખુ છું.