વધુ એક ધમાકેદાર એકશન ફિલ્મની તૈયારીમાં વિદ્યુત
વિદ્યુત જામવાલ તેના એકશન અંદાજને કારણે ખુબ મોટો ચાહક વર્ગ ધરાવે છે. તેની ફિલ્મોમાં ગજબની એકશન ચાહકોને દંગ બનાવી દેતી હોય છે. વધુ એક આવી ફિલ્મ તે લાવી રહ્યો છે. વિદ્યુતની હોમ પ્રોડકશનની ફિલ્મમાં અર્જુન રામપાલને લેવામાં આવ્યો છે. પોતાના ડેશિંગ લુકસ અને એકટિંગ માટે અર્જુન ખુબ જાણીતો છે. વિદ્યુત અને અર્જુન હવે એક સાથે ફિલ્મમાં જોવા મળવાના હોઇ બંનેના ચાહકો તેને સાથે જોવા આતુર બન્યા છે. આ ફિલ્મ વિદ્યુતની અગાઉની ફિલ્મોની જેમ એકશનથી ભરપુર હશે. અર્જુન જો કે નેગેટિવ રોલમાં જોવા મળશે. વિદ્યુતે પોતાનું હોમ પ્રોડકશન ચાલુ કર્યા પછી તે સતત નવા પ્રોજેકટ હાથ પર લઇ રહ્યો છે. વિદ્યુતની આફિલ્મનું શૂટિંગ નવેમ્બર મહિનાની આસપાસ શરૂ થવાની શકયતા છે. બીજા કલાકારોની પસંદગી હજુ બાકી છે.