ફિલ્મ જગત
News of Monday, 17th January 2022

હાલમાં શ્રેષ્ઠ સમય ચાલી રહ્યો છેઃ પ્રાચી

ટીવી પરદેથી ફિલ્મી પરદા સુધી પહોંચેલા કલાકારોમાં પ્રાચી દેસાઇ પણ સામેલ છે. કસમ સે નામના ટીવી શોથી જાણીતી બનેલી પ્રાચીએ બદમાં રોકઓન ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ સહિતની ડિલ્મો તેણે કરી હતી. ગયા વર્ષે તે વેબ સિરીસ સાયલન્સમાં જોવા મળી હતી. હવે પછી તે કોશા અને ફોરેન્સિકમાં કામ કરી રહી છે. પ્રાચી કહે છે ડિજીટલ માધ્યમ મને ખુબ ફળ્યું છે. આ કારણે હું ફરી એક વખત ફિલ્મી સર્જકોની નજરે ચડી છું. હાલમાં હું જે ફિલ્મો કરી રહી છું તેના દ્વારા મારી નવી ઇમેજ પણ બનશે. અગાઉ મને જે પ્રકારની ઓફર મળતી હતી તેમાં હું કામ કરવા તૈયાર નહોતી એટલે ન પાડી દેતી હતી. પરંતુ હવે મને નવા નવા વિષય વસ્તુ સાથેની પુષ્કળ ઓફર મળી રહી છે. મને લાગે છે કે આ કલાકાર બનવા માટેનો શ્રેષ્ઠ સમય છે. દરેક કલાકાર ઇચ્છતો હોય છે કે તેના નામે સફળ ફિલ્મો હોય અને તે દર્શકોનું મનોરંજન કરી શકે. પ્રાચી કહે છે કોઇપણ રોમ માટે હું ઓડિશન આપવા હમેંશા તૈયાર હોઉ છું.

(10:14 am IST)