ફિલ્મ જગત
News of Monday, 17th May 2021

ગોરવ અનુભવી રહી છે ભૂમિ

અભિનેત્રી ભૂમિ પેડનેકર કોરોનાને માત આપીને બહાર આવ્યા પછી કોરોના સંક્રિમતોની મદદમાં જોડાઇ ગઇ હતી. તેણે કોવિડ વોરિયર નામથી સોશિયલ મિડીયા પર કામ શરૂ કર્યુ હતું. ભૂમિએ કહ્યું હતું કે બીજા લોકોને બચાવવા માટે જે રીતે ભારતીય લોકો એક બની રહ્યા છે એના માટે હું ગોૈરવ અનુભવી રહી છું. મહામારીએ આપણને એ રીતે એકઠા થવા પ્રેરણા આપી છે જેવા આપણે અગાઉ કદી નહોતાં. સંકટ અને દુઃખના સમયમાં આપણે બધા એક થઇ ગયા છીએ. આપણે એ લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છીએ જેને આપણે જાણતા પણ નથી. જિંદગીઓને બચાવવા માટે, માનવતા માટે આપણે એકઠા થઇ ગયા છીએ. દરેક ભારતીય ધન્યવાદને પાત્ર છે. જેઓ બીજા નાગરિકો અને જરૂરિયાતમંદોને બચાવવા આગળ આવ્યા છે. એક ભારતીય નાગરિક તરીકે મને આ વાતનું ખુબ ગોૈરવ છે. ભૂમિ લોકોને શકય એટલી તમામ મદદ કરવા પ્રયાસ કરી રહી છે. સોશિયલ મિડીયાનો ઉપયોગ કરી તે અનેક લોકોને મદદ કરી શકી છે. તે કહે છે આ વાયરસ પર આપણે ચોક્કસ જીત મેળવીશું.

(10:16 am IST)