ફિલ્મ જગત
News of Thursday, 17th September 2020

માસિક ધર્મ પર કરણ મહેરા અને અંજલી પાંડેની શોર્ટ ફિલ્મ

અભિનેત્રી અંજલી પાંડે અને ટીવી સ્ટાર કરણ મહેરાએ એક શોર્ટ ફિલ્મું નિર્માણ કર્યુ છે. આ બંને નિર્મિત, અભિનિત અને નિર્દેશીત આ ફિલ્મમાં સામાજીક મુદ્દો છે. માસિક ધર્મ વિશે લોકોના વિચારની કહાની છે. અંજલીની આ શોર્ટ ફિલ્મમાં એક કાલ્પનિક કથા છે. અગાઉ પણ અનેક ફિલ્મો આવી છે જેમાં માસિક ધર્મનો વિષય આવરી લેવાયો હતો. પણ તેમાં માત્ર શરમની ભાવના જોવા મળીહતી. શોર્ટ ફિલ્મ 'મહિના'માં એ ક્રુરતાનો ખુલાસો છે જે હજુ પણ હયાત છે. શિક્ષીત ન હોવાને કારણે દૂરના ક્ષેત્રોમાં આજે પણ માસિક ધર્મના સમયમાં મહિલાની હાલત કેવી થાય છે તેની વાત છે. અંજલી અને કરણ ફિલ્મની કહાની મુજબ શહેરમાંથી એક ગામડામાં પહોંચે છે. તેની આ યાત્રા એક ખરાબ સ્વપ્નમાં બદલાઇ જાય છે. આ બંને પિરીયડમાં બેઠેલી એક મહિલા પ્રત્યેની રાક્ષસી ક્રુરતાના સાક્ષી બની જાય છે. અંજલી કહે છે લોકડાઉનના ખાલી સમયમાં હું મહત્વપુર્ણ વિષયો પર વિચારવા મજબૂર બની હતી. તેમાંથી એક કહાની માસિક ધર્મ પર ઉભરી હતી. કરણ કહે છે અંજલીએ આ વિષય પસંદ કર્યો તેના પર મને ગોૈરવ છે.

(10:01 am IST)