ફિલ્મ જગત
News of Friday, 17th September 2021

મારે હજુ લાંબી સફર કરવાની છેઃ અમાયરા

અમાયરા દસ્તુર બોલીવૂડ ઉપરાંત દક્ષિણની ફિલ્મોનું પણ જાણીતુ નામ બની ગઇ છે. ત્યાંની અનેક ફિલ્મોમાં તેણે ધૂમ મચાવી છે. હવે તે ડિજીટલ પ્લેટફોર્મ પર પણ પહોંચી ગઇ છે. અમાયરાએ કહ્યું હતું કે બિગ સ્ક્રીનની ઊંચાઇ સુધી તો કોઇ પહોંચી શકે એમ નથી. પરંતુ ઓટીટી માધ્યમ કલાકારોને રોલ્સની રસપ્રદ રેન્જની ઓફર કરે છે. ઓટીટી પર આવેલા કન્ટેન્ટના મહાપૂર વિશે અમાયરા કહે છે હાલમાં થિયેટરો ખુલવાના હજુ પણ બાકી છે. ઓટીટી માધ્યમ નવુ નવુ છે અને નીવડેલુ પણ સાબીત થઇ રહ્યું છે. બધા તેનો સગવડ મુજબ ઉપયોગ કરી રહ્યા છે. કમનસિબે મહામારીના સમયે ઘરમાં પુરાઇ રહેલા લોકો મનોરંજન માટે ઓટીટીના આશરે જ હતાં. હું એટલુ કે કહીશ કે સિનેમા હોલ અને ઓટીટી એકબીજાના વિરૂધ્ધ નથી, પરંતુ કન્ટેન્ટના મામલે બંને વચ્ચે ટક્કર જામી શકે. અમાયરાએ એ પણ કહ્યું હતું કે મારામાં ઘણી ક્ષમતા છે પરંતુ હું હજુ માત્ર પચ્ચીસ ટકા કામ જ કરુ છું. મારે હજુ અહિ લાંબી મજલ કાપવાની છે. એકશન થ્રિલર ફિલ્મ કરવાની પણ તેની ઇચ્છા છે.

(9:53 am IST)