ફિલ્મ જગત
News of Saturday, 18th March 2023

ડાયટિશ્‍યન માટે મહિનાના એક લાખ ચૂકવે છે તાપસી

મુંબઇ,તા. ૧૮ : તાપસી પન્નુનું કહેવું છે કે તે ડાયટિશ્‍યન માટે મહિનાના એક લાખ રૂપિયા ચૂકવે છે. તાપસીએ હાલમાં જ તેનો એક ફોટો શેર કર્યો છે જેમાં તે બ્‍લુ સાડીમાં જોવા મળી રહી છે. આ ફોટો તેની હસીન દિલરુબા'ની સીક્‍વલનો છે. તેનું કહેવું છે કે જયારે એક્‍ટર્સે તેના રોલ પ્રમાણે બોડી મેઇન્‍ટેન કરવાની હોય ત્‍યારે ડાયટિશ્‍યનની મદદ લેવી પડે છે. હાલમાં જ એક ઇન્‍ટરવ્‍યુમાં તેને ડાયટિશ્‍યનને કેટલી ફી ચૂકવે છે ત્‍યારે તેણે કહ્યું હતું કે અંદાજે મહિનાની એક લાખ રૂપિયા થઈ જાય છે.

(10:50 am IST)