ફિલ્મ જગત
News of Tuesday, 18th May 2021

બ્રોકન બટ બ્યુટીફુલ

સિધ્ધાર્થ-સોનીયાની જોડી સિઝન-૩માં

બિગ બોસ ફેઇમ સિધ્ધાર્થ શુકલા પણ હવે ડિજીટલ પ્લેટફોર્મ પર આવી રહ્યો છે. એકતા કપૂરની વેબ સિરીઝ બ્રોકન બટ બ્યુટીફુલ અગાઉ અસંખ્ય ચાહકોને ગમી હતી. આ સિરીઝને ખુબ પ્રેમ મળ્યો હતો. તેમાં હરલિન સેઠી અને વિક્રાંત મેસી મુખ્ય ભુમિકામાં હતાં. હવે આ સિરીઝની ત્રીજી સિઝન શરૂ થઇ છે. જેમાં સિધ્ધાર્થ શુકલા સાથે સોનીયા રાઠી મુખ્ય રોલમાં છે. વીર અને સમાયરાની કહાનીને હવે અગસ્ત્ય અને રૂમી આગળ લઇ જશે. તાજેતરમાં હરલિન સેઠીએ ત્રીજી સિઝનના ટીજરને લોન્ચ કર્યુ હતું. બ્રોકન બટ બ્યુટીફુલની પહેલી બે સિઝનમાં વીર અને સમીરા (વિક્રાંત-હરલીન)ની એક ટેન્ડર પ્રેમ કહાની હતી. તે એવી પરિસ્થિતિમાં એક બીજાને મળે છે અને એક બીજાના સપોર્ટર બની જાય છે તેની વાત હતી. ત્રીજી સિઝનમાં નવી જોડી સિધ્ધાર્થ-સોનીયા હવે અગસ્ત્ય અને રૂમીની પ્રેમકહાનીને આગળ વધારશે. આ સિરીઝ આગામી ૨૯મી મેના રોજ ઓલ્ટ બાલાજી પર રિલીઝ થશે. 

(10:25 am IST)