ફિલ્મ જગત
News of Tuesday, 18th May 2021

સ્ટાઇલીશ રોલથી ખુશ છે રેયાંશ ચઢ્ઢા

ટીવી શો પ્રેમ બંધનમાં અભિનેતા રેયાંશ વિર ચઢ્ઢા એકદમ તાજા અને દિલચશ્પ પાત્રમાં જોવા મળી રહ્યો છે. તે અક્ષય નામનું પાત્ર ભજવી રહ્યો છે. જે જાનકી (છવી પાંડે)ના જીવનમાં આવી તેની મદદ કરે છે. આ ભુીમકા વિશે રેયાંશે કહ્યું હતું કે આ પાત્ર ખુબ જ સ્ટાઇલીશ અને તેજ છે. તે પૈસાદાર પરિવારનો દિકરો છે. જાનકીના જીવનમાં તેનો પ્રવેશ થાય છે અને તે તેને મદદ કરે છે. એ પછી બંને વચ્ચે દિલચશ્પ બંધન બંધાશે. મેં આમ તો અગાઉ પણ આવા પાત્રો ભજવ્યા છે. પણ અક્ષયનું આ પાત્ર બીજા પાત્રોથી ખુબ અલગ છે. અહિ એક અલગ જ સેટઅપ છે અને અલગ કહાની છે. રેયાંશ કહે છે દંગલ ટીવી સાથે કામ કરીને હું ખુબ ઉત્સાહીત છું. પ્રેમ બંધન એ બાલાજી ટેલિફિલ્મ્સ પ્રોડકશનનો શો છે. તેની સાથે આ મારો બીજો શો છે. પ્રેમબંધન સાથે જોડાઇને પણ હું ખુશ છું. રેયાંશ કહે છેઆ શોની કહાની ખુબ જ અનોખી છે અને દર્શકોને સતત પોતાની સાથે જકડી રાખે છે. સોમથી શનિવાર દરરોજ રાતે દસ વાગ્યે આ શો દેખાડાય છે.

(10:26 am IST)