ફિલ્મ જગત
News of Friday, 18th June 2021

"તારક મહેતા'ના મુનમુન દત્તાને મળી રાહત: સુપ્રીમ કોર્ટે અભિનેત્રી સામે નોંધાયેલા તમામ કેસો પર મુક્યો છે સ્ટે

મુંબઈ: સુપ્રીમ કોર્ટે 'તારક મહેતા કા ઓલ્તાહ ચશ્મા'ની ફેમ એક્ટ્રેસ મુનમુન દત્તાને મોટી રાહત આપી છે. કોર્ટે તેની સામે નોંધાયેલા તમામ કેસો પર સ્ટે મુક્યો છે. તાજેતરમાં જ મુનમૂન દત્તાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેમાં તેણે કોઈ ખાસ જાતિ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. વીડિયો સામે આવ્યા બાદ તેની સામે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એફઆઈઆર નોંધાઈ હતી.

(5:48 pm IST)