ફિલ્મ જગત
News of Saturday, 18th September 2021

શહનાઝ ગિલના ભાઈ શાહબાઝે સ્વ.સિદ્ધાર્થ શુક્લનો ચહેરો ટેટુ કરાવ્યો

મુંબઈ: શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝે સ્વર્ગસ્થ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાની યાદોને જીવંત રાખવાનો બીજો રસ્તો શોધી કાઢ્યો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે તેણે સિદ્ધાર્થનો ચહેરો હાથ પર ટેટુ કરાવ્યું છે. આ સાથે તેણે તેની બહેન શહનાઝનું નામ પણ લખ્યું છે. શાહબાઝની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. લોકો ફરી એક વખત અભિનેતાને યાદ કરીને ભાવુક થઈ ગયા.

(4:22 pm IST)