અનુ મલિકે નામ પાછળનું ખોલ્યું રહસ્ય: કેવી રીતે અનવરથી બન્યા 'અનુ'
મુંબઈ: મ્યુઝિક કમ્પોઝર અને સિંગર અનુ મલિકે ઝી કોમેડી શોના વીકેન્ડ એપિસોડમાં પોતાના નામ પાછળનું રહસ્ય શેર કર્યું છે. અનુ મલિકનું સાચું નામ અનવર સરદાર મલિક છે. આશા ભોંસલેએ જ તેમના માતાપિતા, પ્રખ્યાત સંગીતકાર સરદાર મલિક અને તેમની પત્ની બિલકિસને અનુ કહેવાનું સૂચન કર્યું હતું. હાસ્ય કલાકાર ડોક્ટર સંકેત ભોસલેએ તેમના નામ વિશે પૂછ્યા બાદ તેમણે સંપૂર્ણ વાર્તા શેર કરી. અનુ મલિકે જણાવ્યુ કે જ્યારે હું નાનો હતો ત્યારે આશા ભોંસલે જી અમારા ઘરે આવ્યા અને મારા પિતાને પૂછ્યું કે શું તે મને અનુ કહી શકે છે. મારી માતા પણ ત્યાં હતી. મારી માતાએ બધાને કહ્યું કે આશાજીએ આવું કહ્યું હતું. તે દિવસથી બધાએ મને અનુ મલિકના નામથી બોલાવવા અને ઓળખવાનું શરૂ કર્યું. મારા માતા -પિતા પણ મને અનુ કહેતા હતા.