મુંબઇમાં યોજાયેલા ગ્રાન્ડ પ્રીમિયર શોમાં અભિનેત્રી શ્રેયા શરણે પતિને ખુલ્લેઆમ ચુંબન કરતા હાજર રહેલા તમામ લોકો આશ્વર્યમાં મુકાયા
દ્રશ્યમ-2ના પ્રીમિયર દરમિયાન અજય દેવગણ, તબ્બુ, ઇશિતા ગુપ્તા, અક્ષય ખન્ના ઉપસ્થિત રહ્યા
મુંબઇઃ અભિષેક પાઠક દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ દ્રશ્યમ-2ના મુંબઇમાં યોજાયેલા પ્રીમિયરમાં ઘણી ફિલ્મ હસ્તીઓ હાજર રહી હતી. પ્રીમિયર શો દરમિયાન શ્વેતા શરણે પોતાના પતિને જાહેરમાં ચુંબન કર્યુ હતું.
ફેન્સ લાંબા સમયથી અજય દેવગણની ફિલ્મ 'દ્રશ્યમ 2' ની રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મનો પ્રથમ પાર્ટ 1 વર્ષ 2015 માં રિલીઝ થયો હતો. આ સસ્પેંસ થ્રિલર ફિલ્મે તે સમયે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. તો બીજી તરફ આ ફિલ્મનો બીજો પાર્ટ 'દ્રશ્યમ 2' 7 વર્ષ બાદ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મ 18 નવેમ્બરે રિલીઝ થઇ રહી છે. ફિલ્મ રિલીઝ પહેલાં મુંબઇમાં આ ફિલ્મનું ગ્રાન્ડ પ્રીમિયર રાખવામાં આવ્યું. જેમાં ફિલ્મના લીડ એક્ટર્સ ઉપરાંત બોલીવુડ ઘણા દિગ્ગજ સ્ટાર પહોંચ્યા હતા. ખાસ વાત એ છે કે આ પ્રીમિયર દરમિયાન શ્રેયા શરણે ખુલ્લેઆમ પતિને લીપલોક કર્યું જેના ફોટા વાયરલ થઇ રહ્યા છે.
ફિલ્મ દ્રશ્યમ 2 માં અજય દેવગણ ઉપરાંત તબ્બૂ, શ્રેયા શરણ, ઇશિતા દત્તા અને અક્ષય ખન્ના લીડ રોલમાં છે. આ ફિલ્મને અભિષેક પાઠક દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે.
આ ફિલ્મની રિલીઝ પહેલાં મુંબઇમાં યોજાયેલા ગ્રાન્ડ પ્રીમિયર ફિલ્મની સ્ટારકાસ્ટે કેમેરા સામે જોરદાર પોઝ આપ્યા હતા. આ દરમિયાન અભિનેત્રી શ્રેયા શરણે પોઝ આપતાં એવી હરકત કરી દીધી કે ફોટા સોશિયલ મીડિયા પર છવાઇ ગયા.
બોલ્ડ શ્રેયા શરણ આ ઇવેંટમાં પતિ Andrei Koscheev ની સાથે પહોંચી હતી. આ દરમિયાન અભિનેત્રીએ પૈપરાઝી સામે કિલર પોઝ આપ્યા અને પછી એકબીજાને લિપલોક કર્યું. શ્રેયા અને તેમના પતિને લિપલોક કરતાં જોઇ ત્યાં હાજર તમામ લોકો આશ્વર્યમાં પડી ગયા.
'દ્રશ્યમ 2' ફિલ્મ મલયાલમ ફિલ્મ 'દ્રશ્યમ 2' ની હિંદી રિમેક છે. આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ અમેઝોન પ્રાઇમ વીડિયોમાં જોઇ શકો છો. ખાસ વાત એ છે કે આ ફિલ્મના હિંદી રીમેકમાં ફિલ્મની કહાનીને ધ્યાનમાં રાખીને જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે.
'દ્રશ્યમ 2' રિલીઝ પહેલાં જ ખૂબ ચર્ચામાં છે. આ ફિલ્મના ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવ્યું. તો બીજી તરફ આ ફિલ્મની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.