ફિલ્મ જગત
News of Saturday, 20th February 2021

પ્રભુ દેવાની સાયકો અવતારની ફિલ્મ 'બગીરા' નું ટીઝર રિલીઝ

મુંબઈ: અભિનેતા, ડાન્સરના અને કોરિયોગ્રાફર પ્રભુ દેવાની આગામી ફિલ્મ બગીરાનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જેમાં પ્રભુ દેવા એકદમ અલગ અવતારમાં જોવા મળી રહ્યા છે. 'બગીરા' ના ટીઝરમાં પ્રભુ દેવા એક-બે નહીં પરંતુ ઘણા લૂકમાં જોવા મળે છે. ક્યાંક ડોક્ટર, ક્યાંક વકીલ અને ક્યાંક ડાન્સર. ટીઝરમાં, પ્રભુ દેવાને અલગ રીતે દર્શાવવામાં આવ્યા છે. ટીઝરથી સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રભુ દેવા પોતાની ઓળખ છુપાવીને ફિલ્મમાં ઘણા લોકોને મારવા જઈ રહ્યા છે.

(5:24 pm IST)