ફિલ્મ જગત
News of Tuesday, 20th April 2021

ઇલિયાનાને જોઇ ચાહકોને થઇ ગરમી

અભિનયની દુનિયામાં દોઢ દાયકાથી કામ કરી રહેલી સુંદરી ઇલીયાના ડીક્રુઝ તાજેતરમાં અભિષેક બચ્ચન સાથેની ફિલ્મ ધ બીગ બૂલમાં રિપોર્ટરના રોલમાં જોવા મળી હતી. સોયિશલ મિડીયા પર સતત સક્રિય રહેતી ઇલિયાનાની તાજેતરમાં પોસ્ટ થયેલી તસ્વીરો જોઇને ચાહકોએ લખ્યું હતું  કે આ ફોટા જોઇને અમને ગરમી થવા માંડી છે. તેલુગુ ફિલ્મથી પંદર વર્ષ પહેલા અભિનય શરૂ કરનાર ઇલિયાનાએ સોૈથી વધુ સાઉથની ફિલ્મો જ કરી છે. ત્યાં તે મોટી નામના ધરાવે છે. બોલીવૂડમાં તેની પહેલી ફિલ્મ બરફી હતી. ફટા પોસ્ટર નીકલા હીરો, રૂસ્તમ, મુબારકા, બાદશાહો, રેઇડ જેવી ફિલ્મોએ તેની બોલીવૂડમાં પણ અનેક ચાહકો આપ્યા છે. હવે તે અનફેર એન્ડ લવલી નામની ફિલ્મમાં જોવા મળવાની છે. અભિનય કારકિર્દી દરમિયાન તે અનેક એવોર્ડ પણ જીતી ચુકી છે. સોશિયલ મિડીયા પર તે સતત ચાહકોને ચોંકાવતી રહે છે. તેની ગ્લેમરસના સોૈ વખાણ પણ કરતા રહે છે. મુંબઇમાં જન્મેલી ઇલિયાના મોડેલીંગ પણ કરી ચુકી છે.

(10:16 am IST)