ફિલ્મ જગત
News of Tuesday, 20th April 2021

હેલો મીનીની ત્રીજી સિઝન પણ આવી રહી છે

એમએકસ પ્લેયર પર અનેક એવી સિરીઝ આવી ચુકી છે જેણે દર્શકોને ભરપુર મનોરંજન આપ્યું છે અને સતત ચર્ચાઓ પણ જગાવી છે. આશ્રમ આ પૈકીની સોૈથી ચર્ચાસ્પદ સિરીઝ રહી છે. તો સાથો સાથ હેલ્લો મિની પણ દર્શકોની પ્રિય રહી છે. હેલ્લો મીનીની પહેલી સિઝન લોકોને ગમી હતી, પછી બીજી સિઝન પણ આવી હતી. આ સિઝન તો હજુ બે મહિના પહેલા જ સ્ટ્રીમ થઇ હતી. ત્યાં ડિજીટલ પ્લેટફોર્મ એમએકસ પ્લેયર હવે ત્રીજી સિઝન લાવવાની તૈયારીમાં છે. આમ બીજી અને ત્રીજી સિઝન વચ્ચે માત્ર બે મહિનાનું અંતર જ રહ્યું છે. બીજી સિઝનમાં મીની નામની એક છોકરીની વાત છે. જેમાં તેના જીનમાં એક વિચીત્ર વ્યકિત આવે છે અને તેની પાસે સતત જીવના જોખમે અલગ અલગ કામ કરાવે છે. આ વિચીત્ર વ્યકિત કોણ છે? તેનો ખુલાસો ત્રીજી સિઝનમાં થશે. મીનીનો રોલ પલ્લવી જોષીની ભત્રીજી અનુજા જોષીએ નિભાવ્યું છે. અનુજાએ બોલ્ડ સિન પણ આપ્યા છે. તે ઇચ્છે છે કે ત્રીજી સિઝન પછી પણ વધુ સિઝન આવતી રહે.

(10:17 am IST)